Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના બેલા ગામના ટાળવાની પાળ પાસે વેચાણ અર્થે રાખેલી દારૂની 78 બોટલ...

મોરબીના બેલા ગામના ટાળવાની પાળ પાસે વેચાણ અર્થે રાખેલી દારૂની 78 બોટલ ઝડપાઈ

Advertisement
Advertisement

મોરબીના બેલા (રંગપર) ગામના તળાવની પાળ પર બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની 78 બોટલ કિં.રૂ‌.26,630 ના મુદ્દામાલ સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસને ખાનગી બાતમી મળી હતી જે આધારે રેઇડ કરતા મોરબીના બેલા (રંગપર) ગામના તળાવની પાળ પર બાવળની કાંટમા આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 78 બોટલ કિં.રૂ‌.26,630 ના મુદ્દામાલ સાથે આરોપી વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા (ઉ.વ.29) રહે. બેલા (રંગપર) તા. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular