HomeGujaratનવલખી હાઈવે રોડ પર નાના દહીસરા ગામે મોટાપાયે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું,...

નવલખી હાઈવે રોડ પર નાના દહીસરા ગામે મોટાપાયે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, એક પોલીસના ગિરફ્તમાં એકની શોધખોળ ચાલુ

માળીયા મીયાણા તાલુકાના મોરબી નવલખી હાઈવે રોડ પાસે નાના દહીસરા ગામના ફાટક નજીક ખૂલ્લા પ્લોટમાં ડીઝલ ચોરી કરતા શખ્સને કુલ રૂ.36,65,600 ના મુદામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી હતી કે, માળીયા મીંયાણા તાલુકાના મોરબી- નવલખી રોડ પાસે નાના દહીસરા ગામના ફાટક પાસે આવતા રોડની બાજુમા ખુલ્લા પ્લોટમા કેટલાક શખ્સો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરતા હોવાની જાણ થતા બાતમીવાળી જગ્યાએ સફળ રેઇડ કરતા તે જગ્યાએથી અલગ અલગ બેરલમા રહેલું 600 લીટર ડીઝલ તથા એક ટેન્કર અને તેમાં ભરેલ ડીઝલ મળી કુલ મુદામાલ કિ. રૂ.36,65,600 સાથે એક શખ્સ ઇમ્તીયાઝભાઇ સુલેમાનભાઇ ગજીયા જાતે વાઘેર રહે. જામમગરવાળાને પકડી પાડવામાં આવ્યો છે. તેની પુછપરછ કરતા અન્ય એક શખ્સ હરદેવભાઇ રાણાભાઈ છૈયા રહે. જશાપર તા માળીયા (મીં) વાળાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

તો આ બન્ને શખ્સો વિરૂદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular