Sunday, April 19, 2026
HomeMorbiHalvadહળવદના ચાડધ્રા ગામે સરપંચના ઉમેદવારને વોટ નહીં આપ્યાનો ખાર રાખી આધેડ અને...

હળવદના ચાડધ્રા ગામે સરપંચના ઉમેદવારને વોટ નહીં આપ્યાનો ખાર રાખી આધેડ અને તેના પુત્રને માર મારી ઇજા પહોંચાડી 

Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે આધેડે સરપંચની ચુંટણીમાં આરોપીઓના પક્ષને વોટ ન આપ્યાનો ખાર રાખી આધેડ અને તેના પુત્ર સાથે બોલાચાલી કરી લાકડાના ધોકાથી માર મારી તથા આધેડના પુત્રને છરીથી ઇજા કરી પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા દોલતભાઈ હરીસંગભાઈ ટાપરીયા (ઉ.વ.59) એ આરોપી બટુકભાઇ કશુભાઇ ટાપરીયા, મહેશભાઇ બટુકભાઇ ટાપરીયા, ઘનશ્યામદાન અંબાદાન ટાપરીયા, જશકરણભાઇ બટુકભાઇ ટાપરીયા ઉપરોકત ચારેય રહેવાસી-ચાડધ્રા ગામ તાલુકો-હળવદ તથા રવિદાન વિષ્ણુદાન હાલે રહેવાસી-ચાડધ્રા ગામ તાલુકો-હળવદ મૂળ રહે. જામનગર વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,આરોપીઓએ સરપંચની ચુંટણીમાં તેમના પક્ષે વોટ નહીં આપ્યાનો ખાર રાખી ફરીયાદી તથા ફરીયાદીના દિકરા રવિદાન દોલતભાઈ સાથે બોલાચાલી ઝગડો કરી આરોપીઓએ લાકડાના ધોકાથી ફરીયાદીને માર મારી તથા ફરીયાદીના દિકરાને છરીથી ઇજા પહોંચાડી ફરીયાદી તથા તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular