HomeGujaratમોરબીના ગાંધી ચોકમાં જાહેરમાં નોટ નંબરી રમતા ચાર જુગારી ઝડપાયા

મોરબીના ગાંધી ચોકમાં જાહેરમાં નોટ નંબરી રમતા ચાર જુગારી ઝડપાયા

મોરબીના ગાંધી ચોકમા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રૂ.6440 ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના ગાંધીચોકમા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સો અમીનભાઇ હસનભાઈ ખુરેશી (ઉ.વ.38) રહે. રબારીવાસ,શેરી નં.1, મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુસાલ (ઉ.વ.23) રહે. વીશીપરા (ગુલાબ નગર), મોરબી-2, સફી તારમહમદ મોટલાણી (ઉ.વ.46) રહે બોરીચાવાસ,સબ-જેલ પાછળ, મોરબી, નરેશ કનૈયાલાલ કીપલાણી (લુવાણા) (ઉ.વ.32) રહે હાઉસીંગ પાસે,ત્રીશુલ ચા વાળી શેરી મોરબીવાળાને રોકડ રકમ 6440 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular