મોરબી: વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સના દુષણને લઈને એક નિવેદન આપ્યું હતું જેમા તેમણે પોલીસના પટ્ટા ઉતારવાની પણ વાત કરી હતી જે બાદ પોલીસ બેડામાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આજે મોરબી એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાથે મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા દારૂનાં હાટડાઓની યાદી પણ આપી હતી ત્યારે આગામી દિવસોમાં જોવું રહ્યું કે આ દારૂના હાટડાઓ પર પોલીસ કાર્યવાહી હાથ ધરશે કે નહીં.
કોગ્રેસ દ્વારા પોલીસને સોંપવામાં આવેલી દારૂના વેચાણ અડ્ડાની યાદી
૧.પીપળીથી સેફોન સિરામિક જવાના રસ્તે, સેલિક્સ સિરામિક પાસે દારૂનો પોઈન્ટ (૨) ઓસીસની સામે, શ્રી બાલાજી હોટેલ પાસે દારૂનો પોઈન્ટ (૩) પીપળીથી બેલા જવાને રસ્તે, ન્યારા પેટ્રોલ પંપ પાસે દારૂનો પોઈન્ટ (૪) જય અંબે સર્વિસ પહેલા, ચિકન શોપ પાસે દારૂનો પોઈન્ટ (૫) સિસમ ગ્રેનિટોથી આગળ રોડ ઉપર દારૂનો પોઈન્ટ (૬) આશાપુરા મોબાઈલની બાજુના રસ્તે દારૂનો પોઈન્ટ (૭) રેન્જ સિરામિક પૂરું થાય ત્યાં નાલા પાસે સીએનજી પંપની સામે દારૂનો પોઈન્ટ (૮) એન્ટીલા સિરામિક સામે નાલા પાસે દારૂનો પોઈન્ટ (૯) બેલા ગામથી ખોખરાવાળા રસ્તે નદી પાસે દારૂનો પોઈન્ટ (૧૦) પોલો સેનેટરી સામે ખુલ્લા મેદાનમાં દારૂનો પોઈન્ટ (૧૧) ખોખરા હનુમાનથી હરિપર કેરાળા જવાના રસ્તે દારૂનો પોઈન્ટ (૧૨) ઓટેરો સિરામિક જવાના રસ્તે દારૂનો પોઈન્ટ (૧૩) રંગપર ગામ સ્મશાન પાછળ નાની કેનાલ ઉપર દારૂનો પોઈન્ટ (૧૪) પારકો ટાઇલ્સની સામે હોકળા પાસે દારૂનો પોઈન્ટ (૧૫) રંગપરથી હરિપર જવાના રસ્તે પટેલ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં દારૂનો પોઈન્ટ (૧૬) બીલીયન સેનેટરીની સામે ખુલ્લા ખેતરમાં દારૂનો પોઈન્ટ (૧૭) સિયારામ ગ્રેનિટોની પાછળ દારૂનો પોઈન્ટ (૧૮) 66 કેવી પાવર હાઉસની બાજુમાં, દુકાનની સામે ખુલ્લી જગ્યામાં દારૂનો પોઈન્ટ (૧૯) પાવડીયારી કેનાલ સામે સેનવીસ સિરામિકની બાજુમાં કેનાલ ઉપર ઝૂંપડામાં દારૂનો પોઈન્ટ (૨૦) પાવડીયારી કેનાલથી જીવાપર જવાના રસ્તે દારૂનો પોઈન્ટ (૨૧) પાવડીયારી કેનાલથી ભરતનગર જવાના રસ્તે સીમાન્ટો વિટ્રીફાઈડ પૂરું થાય ત્યાં નાલા પાસે દારૂનો પોઈન્ટ (૨૨) બ્લુ ઝોન સિરામિકની પાછળ દારૂનો પોઈન્ટ (૨૩) સ્કાયટચ સિરામિકની બાજુમાં રોડ ઉપર દારૂનો પોઈન્ટ (૨૪) શાપર ગામમાં ઘરમાં ચાલતો દારૂનો પોઈન્ટ (૨૫) જેતપર ગામે ઘરમાં ચાલતો દારૂનો પોઈન્ટ (૨૬) સોખડા ગામે બસ સ્ટેન્ડ પાસે તેમજ સોખડા ગામેથી પીલુડી જવાના કાચા રસ્તે દારૂનો પોઇન્ટ પોઇન્ટ (૨૭) બહાદુરગઢના પાટિયા સામે હોટેલમાં ચાલતો દારૂનો પોઈન્ટ (૨૮) ગૂંગણ જવાના રસ્તે સેરમિયા સિરામિક પાસે સાંજના સમયે જ ચાલુ થતો દારૂનો પોઇન્ટ (૨૯) હરિપર કેરાળા ગામના રોડ ઉપર કેનાલ પાસે તથા લિયોલી સિરામિક સામે તથા હરિપર બસ સ્ટેન્ડની બાજુમાં હાઇવે ઉપર દારૂનો પોઇન્ટ (૩૦) જુના ઘુંટુ રોડ તથા સોનાકી સિરામિક પાસે તેમજ ઉંચી માંડલ ગામની બાજુમાં, કેનાલ પાસે દારૂનો પોઈન્ટ




