Sunday, April 19, 2026
HomeMorbiટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર બાઈક પાછળ કાર અથડાતાં...

ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર બાઈક પાછળ કાર અથડાતાં દંપતીને ઇજા 

Advertisement
Advertisement

ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે હાઈવે રોડ ઉપર યુવક તથા તેના પત્ની મોટરસાયકલ લઈને દર્શને જતા હોય ત્યારે જબલપુર ગામના પાટીયા પાસે ગાયોનું ટોળુ રોડ પર પસાર થતા યુવકે બાઈક ધીમે કરતા આરોપીએ પાછળ થી કાર બાઈકને ભટકાવી એક્સીડન્ટ કરતા દંપતી ઈજાગ્રસ્ત થયા હોવાથી આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ પ્રીયદર્શન સોસાયટી શેરી નં -૦૬ ૪૦ ફુટ ઓમનગર મેઇન રોડ મોવડીમા રહેતા વિજયભાઈ કીશોરભાઈ ચૌહાણ (ઉ.વ‌.૩૧) એ આરોપી અલ્ટ્રોજ ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.સી-૪૩૧૨ ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા ફરીયાદીના પત્ની ગાયત્રીબેન Royal Enfield Hunter મોટરસાયકલ રજી.નં-જીજે-૦૩-એન.ક્યુ-૧૯૯૪ વાળામાં રાજકોટથી આમરણ દર્શને જતા હોય દરમ્યાન રાજકોટ મોરબી હાઇવે રોડ જબલપુર ગામના પાટીયાથી ખજુરા હોટલ વચ્ચે રોડ ઉપર પહોંચતા ગાયનુ ટોળુ રોડ ઉપરથી પસાર થતા ફરીયાદીએ મોટરસાયકલની સ્પીડ ધીમી કરતા આરોપી અલ્ટ્રોજ ફોરવ્હીલ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.સી-૪૩૧૨વાળી ના ચાલકે પોતાના હવાલાવાળી ફોર વ્હીલ કાર પુર ઝડપે ચલાવી કાર પરનો પોતાનો કાબુ ગુમાવી મોટરસાયકલને પાછળથી ભટકાડી એક્સીડન્ટ કરતા ફરીયાદીને શરીરે મુંઢ ઇજા તથા ફરીયાદીના પત્ની ગાયત્રીબેનને માથામાં તથા શરીરે છોલછાલ જેવી ઇજા તથા જમણા હાથના કાંડાના ભાગે ફેક્ચર કરી તથા જમણા હાથની આંગળી કપાઇ જતા ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular