Sunday, April 19, 2026
HomeMorbiટંકારાના હરબટીયાળી નજીકથી થયેલી બાઈક અને મોબાઇલ ચોરી કરનાર હિન્દી ભાષી શનિવારી...

ટંકારાના હરબટીયાળી નજીકથી થયેલી બાઈક અને મોબાઇલ ચોરી કરનાર હિન્દી ભાષી શનિવારી બજારેથી ઝડપાયો

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ નજીક કારખાનામાંથી થયેલી મોબાઇલ ચોરી તથા બાઇક ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક હીન્દી ભાષી મજુર નંબર પ્લેટ વગરનુ બાઇક લઇ મોબાઇલ ફોન વેચવા શનીવારી બજારમાં આવ્યો છે, જે આધારે વોચ ગોઠવી તપાસ દરમિયાન એક હીન્દી ભાષી વ્યકિત નંબર પ્લેટ વગરના બાઇક સાથે મળી આવતા તેનું નામ સરનામું તેમજ મોટર સાયકલની આર.સી.બુક આધાર પુરાવા વિશે પૂછપરછ કરતા અંગે સંતોષકારક જવાબ n આપતા તેને પોલીસ સ્ટેશન લાવી ઇ-ગુજકોપ/પોકેટકોપ મોબાઇલ ફોન એપ્લીકેશનમાં મોટરસાયકલ એન્જીન ચેસીસ નંબર સર્ચ કરી જોતા મોટરસાયકલ ઓનર અરવિંદભાઈ મગનભાઈ નમેરા રહે.હરબટીયાળી ગામ તા-ટંકારા જી-મોરબી વાળા હોય જેથી મો.સા. અંગે ખરાઇ ખાત્રી કરતા હરબટીયાળી ગામ નજીક વાડીએથી ચોરી થયેલાની ફરીયાદ દાખલ થઈ હતી તેમજ શખ્સની અંગઝડતી કરતા પેન્ટના ખીસ્સામાંથી ટેકનો કંપનીનો એન્ડ્રોઇડ સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેથી મોબાઇલ ફોન અંગે ખરાઇ ખાત્રી કરતા હરબટીયાળી ગામ નજીક આવેલ સ્પેરોન કારખાનાના લેબરકવાર્ટરમાંથી ચોરી થયેલાની ફરીયાદ દાખલ થઈ હતી. આ શખ્સે બાઇક તથા મોબાઇલ ફોનની ચોરી કર્યાની કબુલાત આપતા બાઈક કિં.રૂ. 25 હજાર તથા મોબાઇલ ફોન કી.રૂ. 4 હજાર મળી કુલ રૂ.29 હજારના મુદ્દામાલ સાથે રવિ વેસ્તાભાઇ મૈયડીયા ઉર્ફે સેકડા મુવેલ (ઉ.વ.20) રહે. હાલ ચાચાપર ગામ ઓરેંજ પોલીપેક કારખાનાના લેબરકવાર્ટરની ઓરડીમાં તા.જી.મોરબી મુળ ગામ ઘટબોરી ડેડકીયા કુવા ફળીયુ તા.કુકશી થાના બાગ જી.ધાર મધ્યપ્રદેશવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular