Thursday, May 7, 2026
HomeGujaratમોરબીમાં મહિલા પર તલવાર વડે હુમલો કરનાર બે શખ્સોને કોર્ટે દશ વર્ષની‌...

મોરબીમાં મહિલા પર તલવાર વડે હુમલો કરનાર બે શખ્સોને કોર્ટે દશ વર્ષની‌ સજા અને દંડ ફટકાર્યો 

Advertisement
Advertisement

મોરબી: આઠ વર્ષ પહેલાં રીસામણે ગયેલ પત્નીને એક મહિલા દ્વારા આશરો આપવામાં આવ્યો હતો જે બાબતે મહિલા પર બે શખ્સોએ તલવાર વડે જીવલેણ હુમલો કર્યો જે બદલ કોર્ટે આ હુમલો કરનાર બંને શખ્સોને દશ-દશ વર્ષની સજા ફટકારી છે.બન્ને આરોપીને રૂ.૩૧,-૩૧, હજારનો દંડ ફટકારી તેમાંથી રૂ. ૫૦ હજાર રેશમાબેનને વળતર પેટે ચૂકવવાનો પણ ઓર્ડર કર્યો છે.

મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૭ માં રેશમાબેન ગિરીશભાઈ વિડજાએ આરોપી ભીમાભાઈ રૂપાભાઈ પરમાર અને અશોકભાઈ રૂપાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ભીમાભાઈની પત્ની કાંતાબેન રિસામણે હતા. અને તેઓ રેશમાબેનના પરિચિત હતા. જેથી તેઓએ આશરો આપ્યો હતો. જે બદલ બન્ને આરોપીએ ઝઘડો કરી તલવરથી હુમલો કર્યો હતો. જેમાં રેશમાબેનને માથા ઉપર ઈજા થઈ હતી. તેમજ ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે બન્ને આરોપી વિરૂદ્ધ કલમ ૩૦૭,૩૨૬,૫૦૪,૫૦૬ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે રેશમાબેનની જુબાની, મેડિકલ એવીડન્સ અને એફએસએલ રિપોર્ટ ધ્યાને લઇ બન્ને આરોપીને દશ-દશ વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત બન્ને આરોપીને રૂ.૩૧,૦૦૦-૩૧,૦૦૦ હજારનો દંડ ફટકારી તેમાંથી રૂ. ૫૦ હજાર રેશમાબેનને વળતર પેટે ચૂકવવાનો પણ ઓર્ડર કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયેલ હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular