મોરબી શહેરમાં એક તરફ લોકો દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ૦૫ બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ-૨ ફ્લેટ નંબર -૪૦૧ માં રહેતા આરોપી અંકિતભાઈ દિપકભાઈ સોલંકીના કબ્જા ભોગવટાવાળા એકટીવા મોપેડ નં -જીજે-૦૩- એચ.સી.-૬૭૧૩ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળાની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૫ કિં રૂ. ૭૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૭,૦૦૦ નોં મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી આરોપી રેઇડ દરમ્યાન સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




