HomeGujaratમોરબીના ભડીયાદ ગામ નજીક ટ્રકનું વ્હીલ માથે ફરી વળતા માસુમ બાળકનું મોત 

મોરબીના ભડીયાદ ગામ નજીક ટ્રકનું વ્હીલ માથે ફરી વળતા માસુમ બાળકનું મોત 

મોરબીના ભડીયાદ કાંટા પાસે અકસ્માતમ સર્જાયો હતો જેમાં કુદરતી હાજતે બેઠેલ એક બાળક ઉપર ટ્રકનું વ્હિલ ફરી વળતા બાળકનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ કાંટા પાસે ટ્રકના પાછળના પૈડા નીચે આવી જતાં બાળકને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન હાર્દિક કણસાગરાનું કરુણ મોત થયું હતું. આ બનાવ અંગે મૃતક બાળકના દાદા ભુપતભાઈ મગનભાઈ કણસાગરા (ઉં.વ. 54) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક નંબર GJ 3 AT 2379 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular