હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના રાતાભેર ગામની સીમમાંથી ચાર ભેંસોની ચોરી કરનાર આરોપીને હળવદ પોલીસ દ્વારા વાંકીયા ગામની સીમમાંથી દબોચી લેવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાંથી ફરીયાદી નામે મુકેશભાઇ હેમુભાઈ ઇન્દરીયા (ઉ.વ ૩૭) રહે. ગામ રાતાભેર તા.હળવદવાળા તથા અન્ય બે સાથીએ પોતાની વાડીએ બાંધેલ ભેંસ જીવ નંગ-૦૪ જેની કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ગણી શકાય તે ચોરી થયેલ હોવાનો અનડિટેકટ ગુનો દાખલ થયેલ હોય જેમાં સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે વાંકીયા ગામની સીમમાંથી આરોપી જયંતીભાઈ છગનભાઈ સોનગઢી (ઉ.વ ૪૨) હાલ રહે ધરમપુર ટીંબડી શકિત પેકેજીંગની બાજુમાં તા.જી મોરબી મુળ રહે ગામ રાલેજ તા.ખંભાત જી.આણંદવાળાને પશુ ભેંસ જીવ નંગ-૦૪ જેની કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.




