Thursday, May 7, 2026
HomeGujaratમોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી; ૭૩...

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી; ૭૩ ખાતાની તપાસ કરી ૩૪ની ધરપકડ 

Advertisement
Advertisement

રાજ્યભરમાં સાયબર ક્રાઇમને ડામવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ કરનાર શખ્સો વિરુદ્ધ લાલ આંખ કરતા સાયબર ફ્રોડ કરનાર શખ્સો ધ્રૂજી ઊઠ્યા છે ત્યારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ૭૩ મ્યુલ એકાઉન્ટની તપાસ કરી ૧૧ ગુન્હા દાખલ કરવામાં આવેલ છે અને ૩૪ આરોપીઓની ધરપકડ કરી કરોડો રૂપિયાનો પર્દાફાશ કરતા ખળભળાટ મચી ગયો છે.

રાજ્યમા સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ કાર્યવાહીમાં કોઈ નિર્દોષ નાગરિકને બિનજરૂરી હેરાનગતિ ન થાય, જે ખાતાધારકનું સાઈબર ક્રાઈમમાં કોઈ કનેક્શન ન હોય, માત્ર ખાતામાં પૈસા આવ્યા હોય, તેમનું યોગ્ય વેરિફિકેશન કરવામાં આવે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જણાવાયું છે

મોરબી એસપી મુકેશ કુમાર પટેલની સૂચનાથી સાયબર ક્રાઈમના બાહોશ પીઆઈ એન.એ. વસાવા દ્વારા બેંક એકાઉન્ટસ ભાડે આપનાર ને શોધી કાઢી તપાસ કરતા અનેક સાયબર માફીયાઓ ની મામૂલી લાલચમાં આવી ખાતા ભાડે આપ્યા હતા અત્યાર સુધીમાં મોરબી પોલીસ દ્વારા ૭૩ જેટલા ખાતા ધારકોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી આ લખાય છે ત્યારે ૧૧ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જ્યારે ૩૪ જેટલા આરોપીનો ધડપકડ કરવામાં આવી છે કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ નો વ્યવહાર સામે આવ્યો છે હજુ આગામી દિવસો માં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તેમ મોરબી સાયબર ક્રાઈમ ના પીઆઈ એન. એ. વસાવા દ્વારા જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular