ટંકારા: ટીમડી ગામથી બંગાવડી ગામ જવાના રસ્તે રોડ પર પીથડ માતા મંદિર બંગાવડી ગામ નજીક SMCએ રેડ કરી ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-3072 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ. 62,29,427 ના મુદ્દામાલ સાથે બે ઈસમોને મોરબી SMCએ ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી SMC પોલીસ દ્વારા ગયકાલ રાત્રે ટંકારા તાલુકાના બંગાવડી ગામ નજીક દરોડા પાડયા હતા જે દરમિયાન બંગાવડી ગામે રોડ પર ટ્રક રજીસ્ટર નંબર -એચ.આર. ૫૫-એ.એલ.-૫૭૭૬ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૦૭૨ કિંમત રૂ. ૪૨,૧૯,૦૫૭ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ. ૬૨,૨૯,૪૨૭ નાં મુદામાલ સાથે આરોપી વિજયસિંગ કાળુસિંહ ચૌહાણ રહે. ચીપોલા ગામ
તા.- ભીમ જી. બ્યાવર, રાજસ્થાન
તથા યશપાલસિંહ ધનુભા જાડેજા
રહે ખાનપર તા:-ટંકારાવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય આઠ ઇસમો સંદિપ સંઘવાલ રૂત્વિક રહે. હરિયાણા, બ્રીજરાજસિંહ કૃપાલસિંહ ખુમાનસિંહ જાડેજા રહે.-દરબારગઢ, પીઠાડ તા – જોડીયા જિ.- જામનગર (મુખ્ય આરોપીના ભાગીદાર), પુનિત રહે.- હરિયાણા, ક્રેટા કાર નં.-GJ-12-DA નો ડ્રાઈવર, ક્રેટા કાર નંબર-GJ-12-DA નો માલલ સલીમભાઈ કાદરી રહે – જંગલેશ્વર રાજકોટ, અયુબ શેખ રહે – જંગલેશ્વર રાજકોટ તથા ટ્રક નં-HR-55-AL-5776 ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




