Thursday, May 7, 2026
HomeGujaratમાળીયાના અંજીયાસર ગામમાંથી ચાર જુગારી ઝડપાયા 

માળીયાના અંજીયાસર ગામમાંથી ચાર જુગારી ઝડપાયા 

માળીયાના અંજીયાસર ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૧૯૭૦ નાં મુદામાલ સાથે માળીયા પોલીસે પકડી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રયત્નશીલ હોય તે દરમ્યાન, બાતમીના આધારે અંજીયાસર ગામમાં પાણીના ટાંકા પાછળ ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા ઇસમો પર સફળ રેઇડ કરી કુલ ચાર ઇસમો ડાડાભાઇ દાઉદભાઈ જેડા, ઇકબાલભાઇ ગુલામહુશેનભાઇ ભટી, ઇસ્માઇલભાઇ હારૂનભાઇ ભટી, નીઝામભાઇ સીદીકભાઈ જેડા (મીયાણા) રહે. બધા અંજીયાસર તા.માળીયા (મીં)વાળાને રોકડા રૂપીયા ૧૧૯૭૦ નાં મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular