HomeGujaratમોરબીના વાવડી રોડ પરથી પ્રતિબંધી ચાઇનીઝ 50 ફિરકા સાથે બે બાળકિશોર સહિત...

મોરબીના વાવડી રોડ પરથી પ્રતિબંધી ચાઇનીઝ 50 ફિરકા સાથે બે બાળકિશોર સહિત એક ઇસમ પકડાયો 

મોરબી જીલ્લામાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે મોરબીના વાવડી રોડ પર નાની વાવડી મેલાબાપાના મંદિર ‌પાસે રસ્તા પરથી પ્રતિબંધિ ચાઇનીઝ દોરીના ૫૦ ફિરકા સાથે બે બાળક કિશોર સહિત એક ઇસમને મોરબી સિટી એ ડીવીઝન પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ મકરસંક્રાંતિ પર્વને લઇને પ્રતિબંધી ચાઇનીઝ દોરીના વેચાણ પર મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય જે સંદર્ભે ચેકિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ વાવડી રોડ પર નાની વાવડી મેલાબાપાના મંદિર ‌પાસે રસ્તા પર વેચાણ કરવાધા ઇરાદાથી રાખેલ પ્રતિબંધિ ચાઇનીઝ દોરી ફિરકા નંગ-૫૦ કિંમત રૂ. ૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે બાળક કિશોર અને એક ઈસમ જયદીપસિંહ જશવંતસિંહ ઝાલા (ઉ.વ.૧૯) રહે. વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાસે મોરબીવાળાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular