HomeGujaratમોરબીના મહેન્દ્રનગરની જમીનમાં શરતભંગ બદલ આસામીને કલેકટરે રૂ.9.38 લાખનો દંડ ફટકાર્યો

મોરબીના મહેન્દ્રનગરની જમીનમાં શરતભંગ બદલ આસામીને કલેકટરે રૂ.9.38 લાખનો દંડ ફટકાર્યો

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં.૯૭ ની જમીન એ.૫-૧૨ગુ.મા રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ હોય જેમા શરતભંગ થતા મોરબી જીલ્લા કલેકટર દ્વારા શરતભંગ કરનાર દિનેશભાઇ પટેલને ૯,૩૮,૦૦૮ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સર્વે નંબર ૯૭ની જમીન એકર ૫-૧રગુ. રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ છે. જે જમીન શરતભંગ થતી હોવાની અરજી મામલતદારને અરજદાર દલસાણીયા ધનજી રતનશીભાઈ દ્વારા અપાઈ હતી. આ જમીન ઉપર આશરે ૧૧ જેટલા કાચા પતરાના બાંધકામ ક૨ી વાણીજ્ય હેતુ ઉપયોગ ચાલુ હોવાનું સામે આવ્યું હતું.

 

જેમાં તમામ બાંધકામમાં છત પતરાની બનાવેલ છે. લે-આઉટ પ્લાનની વિગતે રહેણાંક તથા વાણિજયના પ્લોટના હદ નિશાન અલગ થઈ શકે તેમ નથી. માપણી બાદ જ ૨હેણાંકમાં કરેલ બાંધકામનું ક્ષેત્રફળ નકકી થઈ શકે તેમ જણાય છે. આ વિગતની તમામ જગ્યા દિનેશભાઈ ગંગારામભાઈ ઝાલરીયાએ ભાડે આપેલ છે. અન્ય જગ્યા હાલ ખુલ્લી છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી, મોરબીના સંદર્ભ-૩ તળેના હુકમની શરતો ધ્યાને લેતા શરત નં.ર,૫,૮,૧૨,૩૭ મુજબની શરતોનું પાલન થયેલ નથી. તેમ જણાવી, શરતભંગ કરવા મામલતદાર મોરબી તથા પ્રાંત અધિકારીએ દરખાસ્ત મુજબ અભિપ્રાય આપેલ હતો. જ્યારે દિનેશભાઈ બિનખેતી થયેલ ત્યારથી ભાડા પેટે ઉપર જગ્યા આપતા આવે છે અને સરકારને ટેક્ષ ચુકવવામાં આવતો નથી. બિનકાયદેસર બાંધકામ સીવાયની જગ્યામાં દર બુધવારે બાંધકામ સીવાયની જગ્યામાં બુધવારીમાં દરેક પાથરણા વાળા પાસે પૈસા ઉંઘરાવતા હોય અને ત્યાં ખુબ જ ભયંકર ભીડ ભેગી કરતા હોય, રોડ પર પણ વાહન માટે ટ્રાફીક સમસ્યા હોય અને તે જગ્યામાં માણસો એક જ ગેટમાંથી ભીડ ભેગી થતી હોય અને ત્યાં કોઈ ફાયર સેફટી કે પાણીની લાઈન અંગેના કોઈ વ્યવસ્થા કરેલ નથી કે સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી. જેથી જમીનમાં શરત ભંગ બદલ મોરબી જિલ્લા કલેકટરે દિનેશભાઈ ગંગારામભાઈ પટેલને કુલ રૂ. ૯,૩૮,૦૮૮ રૂપીયાનો દંડ ફટકાર્યો છે. સાથે 30 દિવસમાં દંડ જમા કરવા તાકીદ કરી છે.

RELATED ARTICLES

Most Popular