HomeGujaratમોરબીમાંથી બે માસ પહેલા બનેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને બાઈક સાથે...

મોરબીમાંથી બે માસ પહેલા બનેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને બાઈક સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બે માસ પહેલા બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી, એક ઇસમને મોટરસાયકલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના વેજીટેબલ રોડ ફોરેસ્ટર ઓફિસ સામે આવતા એક ઇસમ મોટરસાયકલ ચલાવી મળી આવતા જે શંકાસ્પદ જણાઇ આવતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો હોન્ડા સ્પેલન્ડર જેની આગળ પાછળની નંબર પ્લેટ ન હોય જેથી તેની પાસે રહેલ મોટર સાયકલના કાગળો તથા આધાર પુરાવા માંગતા ઇસમ પાસે નહિ હોવાનું જણાવી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે મો.સા.ચોરીનો ગુનો વણશોધાયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ મોટરસાયકલ ચોરીના ગુનાના મુદામાલ તરીકે ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમ હરેશ રાજેશભાઇ પંચાસરા રહે.બેલા(રંગપર) મફતીયાપરા તા.જી.મોરબીવાળાને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ હસ્તગત કરી મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ખાતે સોપી આપેલ છે.

RELATED ARTICLES

Most Popular