HomeGujaratમોરબી: પરિણીતાને શારિરીક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ગુન્હો...

મોરબી: પરિણીતાને શારિરીક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબી શહેરમાં હાલ માવતરને ત્યાં રહેતી દિકરી રાજકોટ સાસરે હોય જ્યાં સાસરીયા પક્ષ દ્વારા પરણિતાને શારિરીક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતુ હોવાથી પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાયમોલ પાસે રામનગર સોસાયટીમાં માવતરને ત્યાં રહેતા રીમાબેન રવિભાઈ પરમાર (ઉ.વ.૩૦) એ આરોપી રવિભાઈ કનૈયાલાલ પરમાર (પતિ), કનૈયાલાલ મોહનલાલ પરમાર (સસરા), રંજનબેન કનૈયાલાલ પરમાર (સાસુ), હિરેનભાઈ કનૈયાલાલ પરમાર (જેઠ) રહે ચારેય ૧૦,બજરંગવાડી,પવનપાર્ક,જામનગર રોડ,રાજકોટ તથા ગીતાબેન રાજેશભાઈ મઘોડીયા (નણંદ) રહે. રેલનગર, રાજકોટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ-૮૫, ૧૧૫(૨), ૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular