મોરબી જીલ્લામાં વીજ ચોરીને પકડી પાડવા પીજીવીસીએલ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે ત્યારે વડોદરા અને રાજકોટ ની બે અલગ અલગ વીજલેન્સ ટીમ મોરબી જીલ્લામાં ધામા નાખ્યા છે જેમાં વીજ ચોરી કરતા તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં પાંચ દિવસમાં મોરબી જીલ્લામાંથી કુલ રૂ. 1.45 કરોડની વીજ ચોરી પકડી વીજ ચોરી કરનારને દંડ ફટકાર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ તા 5 જાન્યુઆરી ના રોજ મોરબી શહેરમાં 29 ટીમ દ્વારા 503 રહેણાંક મકાનની ચકાસણી કરી 42 મકાનમાંથી રૂ 34.46 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી તો તા 6 ના રોજ 42 અલગ અગલ ટીમે મોરબી અને હળવદ ડીવીઝન અંતર્ગત આવતા ટંકારા જેતપર અને હળવદ સબ ડીવીઝન વિસ્તારમાં 262 રહેણાંક જયારે 76 કોમર્શીયલ એમ કુલ 338 કનેક્શન તપાસ કરતા તેમાંથી 56 જેટલા કનેક્શનમાં ૩ ૪૨.૬૨ લાખની ચોરી. તા ૭ ના રોજ થયેલા 34 ટીમે હળવદ અને ચરાડવામાં 288 રહેણાંક અને 10 કોમર્સીયલ મળી 298 કનેક્શન તપાસ કરતા તેમાંથી કુલ 43 કનેક્શનમાં 3 28 .28 લાખનીવીજ ચોરી પકડાઈ હતી તા 8ના રોજ ૩૩ ટીમે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 253 રહેણાંક અને 27 કોમર્શીયલ કનેક્શન તપાસતા તેમાંથી 45 કનેક્શનમાં 26 .03 લાખની ગેરરીતી સામે આવી હતી જયારે શુક્રવારે 27 ટીમે 155 કનેક્શન તપાસી31 રહેણાંક એક કોમર્શીયલ અને એક કૃષિ એમ 33 કનેક્શનમાં 13.91 લાખ ની વીજ ચોરી સામે આવી હતી.

