HomeGujaratપ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે સુરત જેલ હવાલે કરતી ટંકારા પોલીસ 

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે સુરત જેલ હવાલે કરતી ટંકારા પોલીસ 

ટંકારામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી અકીલભાઇ ફીરોજભાઇ સીડા (ઉ.વ-૩૨) રહે-જુનાગઢ બી ડીવીજન પોલીસ સ્ટેશન સામે નરસીંહ સ્કુલ વિસ્તારમાં તા.જી.જુનાગઢ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય. જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવી આરોપી અકીલભાઇ ફીરોજભાઇ સીડાની પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપેલ છે.

RELATED ARTICLES

Most Popular