HomeMorbiટંકારા શહેરમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ પકડાયો 

ટંકારા શહેરમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ પકડાયો 

જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે ટંકારા શહેરમાં આવેલ મોચી બજાર વાળી શેરીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ચાર ફીરકી કિંમત રૂ. ૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે જાહેરનામાના અનુસંધાને ટંકારા પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોય ત્યારે ચેકિંગ દરમિયાન ટંકારા ની મોચી બજાર વાળી શેરીમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ પ્રતિબંધિ ચાઈનીઝ દોરીની ફીરકી નંગ -૦૪ કિંમત રૂપિયા ૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સિકંદરભાઈ હસનભાઈ મોઢીયા (ઉ.વ. ૩૭)રહે ટંકારા મઢવાળી શેરી તા. ટંકારા વાળાને પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular