Sunday, April 19, 2026
HomeMorbiHalvadહળવદના ખોડ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ ફટકાર્યો 

હળવદના ખોડ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ ફટકાર્યો 

Advertisement
Advertisement

હળવદ પંથકમાં માથાભારે શખ્સોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા યુવકને આરોપીઓ સાથે અગાઉ માથાકૂટ થયેલ હોય જેનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા ભુરાભાઈ માંડણભાઈ આલ (ઉ.વ.૩૫) એ તેમના જ ગામના આરોપી લાલાભાઇ કરશનભાઇ ગઢવી, રાજેશભાઇ કરશનભાઇ ગઢવી, ભરતભાઇ કરશનભાઇ ગઢવી, કુકાભાઇ કરશનભાઇ ગઢવી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ સાથે ફરીયાદીને અગાઉ માથાકૂટ થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે તથા પથ્થરના છુટા ઘા કરી મારમારી તથા આરોપીઓ લોખંડના ધારીયા લઈ આવી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular