Sunday, April 19, 2026
HomeMorbiHalvadહળવદના ચૂંપણી ગામે નજીની બાબતે યુવક સહિત ત્રણ વ્યક્તિને ત્રણ શખ્સોએ માર...

હળવદના ચૂંપણી ગામે નજીની બાબતે યુવક સહિત ત્રણ વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો 

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં દિવસેને દિવસે મારામારીની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે હળવદ તાલુકાના ચૂંપણી ગામે દેવીપુજક વાસમાં યુવક સાથે યુવકના તથા આરોપીઓના કાકાને બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવક સહિત ત્રણ વ્યક્તિઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચૂંપણી ગામની સીમમાં દેવીપુજક વાસમાં રહેતા ઘનશ્યામ ઉર્ફે ઘનોસવાભાઈ વાઘેલા (ઉ.વ.૨૧) એ તમના જ ગામના દાજીભાઈ જલાભાઈ વાઘેલા વિક્રમભાઈ જલાભાઈ વાઘેલા, કિશનભાઇ જલાભાઈ વાઘેલા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે ફરીયાદીના તથા આરોપીઓના કાકાને બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ પોતાની પાસે લાકડાના ધોકા લઇ ફરીયાદિના ઘર પાસે આવી પોતાના કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવુ કહી ફરીયાદિ તથા સાથીઓને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી આરોપી દાજીભાઈએ છરીથી ફરીયાદીને ડાબા ગાલમા સામાન્ય ઇજા કરી તેમજ ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકાથી ફરીયાદી તથા સાથીઓને આડેધડ માર મારી સાથી સંજયભાઇને માથામા સામાન્ય ઇજા કરી તથા સાથી વિઠ્ઠલભાઇને શરીરે મુન્ઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular