HomeGujaratમોરબી જીલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી જાહેર કરાઈ; 25 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી...

મોરબી જીલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી જાહેર કરાઈ; 25 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે 

મોરબી જીલ્લામાં મોરબી વિસ્તારમાં સુ વ્યવસ્થિત ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે જાહેરાત કરવામાં આવેલ હતી અને હાલે રાજય સરકાર દ્રારા ટી.આર.બી. સભ્યોના માનદ વેતનમાં ધારા ધોરણ મુજબનો વધારો કરવામાં આવેલ હોય જેથી ભરતીના સમયગાળામાં ફેરફાર કરેલ હોય જેથી વધુમા વધુ ઉમેદવાર ભરતીમા જોડાયસકે જેથી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા.૨૫/૦૧/૨૦૨૬ સુધી રાખવામાં આવેલ છે.

જેથી નીચે મુજબની લાયકાત ધરાવતા મોરબી- હળવદ-તથા વાંકાનેર શહેરના પુરૂષ તેમજ મહિલા માનદ સેવકોને પસંદ કરવામાં આવશે.

યોગ્યતાઃ-

(૧) જેની ઉમર ૧૮ થી ૪૦ વચ્ચેની હોય.

(૨) શૈક્ષણિક લાયકાત ધો.૯ પાસ હોય.

(૩) પુરૂષો માટે ઉચાઇ ૫(ફુટ) ૫ (ઇંચ) તથા મહિલાઓ માટે ઉચાઇ ૫ (ફુટ)

(૪) મોરબી શહેર તથા હળવદ તથા વાંકાનેર શહેર માટે ભરતી હોવાથી જે તે મહાનગરપાલિકા/નગરપાલિકા વિસ્તારના વતની હોવા જોઇએ.

(૫) જેની વિરૂધ્ધ કોઇપણ ગુન્હો નોંધાયેલ હોવા જોઇએ નહિ.

(૬) આ અંગે નિયત થયેલ અરજી ફોર્મ પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ માંથી મેળવી શકાશે.

ઉમેદવારે પોતાનુ ફોર્મ તથા જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા.૨૫/૦૧/૨૦૨૬ સુધીમાં સો-ઓરડી રોડ કલેકટર કચેરીની બાજુમાં પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ માં આપવાના રહેશે.

RELATED ARTICLES

Most Popular