Sunday, April 19, 2026
HomeMorbiHalvadહળવદના જુના દેવળીયા ગામે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર 

હળવદના જુના દેવળીયા ગામે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર 

Advertisement
Advertisement

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કુલ પાછળ જાહેર રોડ પર સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હીસ્કીની બોટલો નંગ-૧૪૪ કિં. રૂ.૧,૫૮,૪૦૦/- તથા સ્વીફટ કાર મળી કુલ કિ. રૂ.૪,૫૮,૪૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કુલ પાછળ જાહેર રોડ ઉપર થી સ્વીફટ કાર નંબર-જીજે-૦૩-એફ.ડી-૨૩૯૭ નો ચાલક કારમા વિદેશી દારૂની હેરાફેરી કરતા પોલીસની કાર્યવાહી જોઇ કાર રેઢી મુકી નાશી જતા કારની ઝડતી દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૪૪ કિંમત રૂપિયા .૧,૫૮,૪૦૦/- તથા સ્વીફટ કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ.૪,૫૮,૪૦૦/- નો મુદામાલ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular