HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની ૨૦ બોટલ સાથે એક પકડાયો 

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની ૨૦ બોટલ સાથે એક પકડાયો 

મોરબી શહેરમાં વિદેશી દારૂનીમુ ખૂલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસની સામે મફતિયાપરામાં રહેતા આરોપીના કબજા ભોગવટવાળા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 20 બોટલ જેની કિંમત રૂપિયા 5500 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ સર્કિટ હાઉસ ની સામે મફતિયાપરામાં રહેતા આરોપી દિનેશભાઈ સોમાભાઈ પુરબીયા (ઉ.વ ૩૭) એ પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-20 કિંમત રૂપિયા 5500 ના મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular