જૂનાગઢ સાયબર પોલીસને મોટી સફળતા મળી છે જેમાં એક સીમાચિહ્નરૂપ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના ગુનામાં આરોપીને 05 વર્ષની સજા ફટકારવામાં આવી છે આવો આ પ્રથમ કિસ્સો છે.
મળતી માહિતી મુજબ મોડસ ઓપરેન્ડી: ભોગ બનનારને “તમારા નામે ડ્રગ્સનું પાર્સલ આવ્યું છે” તેમ કહી, નકલી પોલીસ અને કસ્ટમ અધિકારી બની Skype એપ દ્વારા સતત નજર હેઠળ રાખવામાં આવ્યા હતા.
* ડિજિટલ અરેસ્ટ: ફરિયાદીને ઘરમાં જ કેદ રાખી, માનસિક દબાણ ઊભું કરી રૂ. 26,15,000/- જેવી મોટી રકમ પડાવી લેવામાં આવી હતી.
જેમાં કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો
જૂનાગઢ સાયબર પોલીસની સચોટ તપાસ અને મજબૂત પુરાવાઓને આધારે નામદાર કોર્ટે આરોપી અજીબાર રહેમાન (રહે. આસામ) ને 5 વર્ષની સખત કેદની સજા અને રૂ. 1,00,000/- નો દંડ ફટકાર્યો છે.
પોલીસની જાહેર જનતાને અપીલ
સાયબર ગુનેગારોથી સાવધ રહો! કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ પર ક્યારેય તમારી ધરપકડ કરતી નથી કે નાણાંની માંગણી કરતી નથી. અને જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો: તુરંત જ 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં જાણ કરો.
તેમજ જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. નીલેશ જાજડીયા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ‘ડિજિટલ અરેસ્ટ’ના ગુનામાં આરોપીને સજા અપાવવાની ઐતિહાસિક સફળતા મળી છે. તો બીજી તરફ પોલીસ તપાસ અને કાયદાકીય લડત આ કેસને સફળતાપૂર્વક અંજામ સુધી પહોંચાડવા માટે પોલીસ અને ન્યાયિક ટીમની ભૂમિકા મહત્વની રહી છે: તપાસ અધિકારી: આ કેસની ઝીણવટભરી તપાસ એસ.પી. સી.વી. નાયક સાહેબના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પી.આઈ. કે.જી. મોડ. તથા તેમની ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે ન્યાયિક પ્રક્રિયા: નામદારઅધિકારીઓ કોર્ટમાં આ કેસની ધારદાર દલીલો અને મજબૂત પક્ષ વિદ્વાન સરકારી વકીલ ઈકબાલ એ. સમા દ્વારા રાખવામાં આવ્યો હતો. તેમની રજૂઆતો અને પુરાવાઓને આધારે આરોપીને સજા ફટકારવામાં આવી છે.

