હળવદના સરા રોડ પર સરા ચોકડી પાસેથી એક આઇસર ગાડીમા ભરીને લઈ જવાતા 34 પાડા ભરેલ આઇસર હળવદ પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને ખાનગી રાહે બાતમી મળતાં પોલીસે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી તપાસ હાથ ધરતા હળવદના સરા રોડ પર સરા ચોકડી પાસે એક આઇસર ચેક કરતા આઇસર રજીસ્ટર નં. જી.જે. – ૨૩-વી-૪૬૪૮ ના ઠાઠામાં હલન ચલન ન કરી શકે તેવી રીતે ટુંકા દોરડાથી પાડા બાંધેલ હોય તેમજ ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર અને દયનીય હાલતમા ટુંકા દોરડાથી કુર્તાપુર્વક બાંધી પશુપ્રતેય ઘાતકીપણુ દાખવી આઈસર ગાડીમા ભરી નીકળતા જીવ એકની કી. રૂ.૨૦૦૦/- લેખે ૩૪ (ચોત્રીસ) જીવ ની કીંમત રૂ.૬૮,૦૦૦/- ગણી તેમજ આઈસર ની કીં. રૂ. ૨,૦૦,૦૦૦/- ગણી એમ કુલ કીંમત રૂપીયા ૨,૬૮,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપી મુબારક સબ્બીરભાઈ પટેલ (ઉ.વ.૨૭) રહે. અમદાવાદ ગન નં -૦૪ કડીવાલાની ચાલી જુબેર એવન્યુની સામે દાણીલીમડા અમદાવાદ વાળા વિરુદ્ધ વિજયભાઈ પેથાભાઈ ગીંગોરાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી મુબારક સબ્બીરભાઈ પટેલ વિરુદ્ધ ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ ની કલમ- ૧૧(૧),ડી,ઈ,એફ,એચ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




