ગુજરાતમાં દારૂબંધી માત્ર નામપૂર્તિ જ રહી છે ત્યારે મોરબી શહેરમાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબી શહેરમાં આવેલ લાતી પ્લોટ શેરી નં -૦૨ પાસેથી મોટરસાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને દારૂની ચાર બોટલ સાથે મોરબી સિટી એ ડીવીઝન પોલીસે દબોચી લીધો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 2 પાસે આરોપી પોતાના કબજા ભોગવટવાળા મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર GJ-36-DL- 7143 વાળામા વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય જેથી આરોપી અનિલભાઈ વાલજીભાઈ નાયકપરા રહે. એમ 77 બ્લોક નંબર 426 ગરબીચોક ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી વાળાને વિદેશી દારૂની બોટલ નંગ -04 જેની કિંમત રૂ 5200 બાઈક ની કિંમત રૂપિયા 15,000 મળી કુલ કિંમત રૂપિયા 20,200 ના મુદ્દા માલ સાથે આરોપીને સીટી એડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે પૂછપરછ કરતા અન્ય એક ઈસમ રવિ ઉર્ફે લાલો રામજીભાઈ બાંભણિયા રહે. વજેપર મોરબી વાળા નું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળ તપાસા ધરી છે.

