Sunday, April 19, 2026
HomeGujaratમોરબીના નીચી માંડલ નજીક કેનાલમાંથી અજાણ્યાં પુરુષનો મૃતદેહ મળ્યો 

મોરબીના નીચી માંડલ નજીક કેનાલમાંથી અજાણ્યાં પુરુષનો મૃતદેહ મળ્યો 

Advertisement
Advertisement

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચીમાંડલ ગામના સરપંચ પ્રદીપભાઈ કુંડારીયા આજે વહેલી સવારે નીકળ્યા હોય તે વખતે નીચી માંડલ નજીક કેનાલમાં સ્મશાન વાળા રસ્તે પાવડીયારી મેલડી માતાજીના મંદિર પાસે કેનાલમાં એક મૃતદેહ દેખાયો હતો જે બાદ સરપંચ દ્વારા આ ઘટના અંગે મોરબી ફાયર કંટ્રોલરૂમમાં જાણ કરતા જ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી જઇ ભારે જહેમત બાદ અજાણી વ્યક્તિનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અંગે મોરબી તાલુકો પોલીસને જાણ કરી હતી જેથી બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગ દ્વારા આ અજાણી વ્યક્તિનો મૃતદેહ પોલીસની ટીમને સોંપવામાં આવ્યો હતો. હાલ આ બનાવ અંગે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular