ઈજનેર, માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ, મોરબી દ્વારા રાજકોટ-મોરબી સીટી લીમીટ રોડ પર મચ્છુ નદી ઉપર પાડાપુલ (જુનો પુલ)આવેલ છે તેના બેરીંગ બદલવાની, જોઇન્ટ બદલવાની અને પુલ ઉપર માસ્ટિક આસફાલ્ટની કામગીરી ચાલુ કરવાની હોય, જેથી પુલ પર અવર-જવર પર પ્રતિબંધ કરવા બાબતનું જાહેરનામું બહાર પાડવા જીલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરવામાં આવેલ.
જેથી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસ અધિક્ષક, મોરબીનો અભિપ્રાય મંગાવતા, પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના પત્રમાં હકારાત્મક અભિપ્રાય આપવામાં આવેલ તેમજ પોલીસ ઇન્સપેક્ટર, ટ્રાફિક શાખા, મોરબીએ વૈકલ્પિક રૂટ સુચવેલ છે.
ઉલ્લેખનીય છે કે કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ, મોરબી તરફથી મળેલ દરખાસ્ત અને પોલીસ અધિક્ષક, મોરબીના અભિપ્રાય મુજબ તેમજ પોલીસ ઇન્સપેક્ટર, ટ્રાફિક શાખા, મોરબીએ સુચવેલ વૈકલ્પિક રૂટ મુજબ કે.બી.ઝવેરી, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ મચ્છુ નદી ઉપર પાડાપુલ(જુનો પુલ)ની મરામતની કામગીરી કરવાની હોવાથી આગામી તા.૧૨/૦૨/૨૦૨૬ના રોજ રાત્રીના ૧૧.૦૦ કલાક થી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મચ્છુ નદી ઉપર પાડાપુલ(જુનો પુલ) ઉપર તમામ વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ કરવા અંગેનું આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે તેમજ નીચે જણાવેલ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.
ફકત એસ.ટી.બસ માટે વૈકલ્પિક રૂટ
વૈકલ્પિક રૂટ નં.૧ મોરબી/રાજકોટ થી કચ્છ/અમદાવાદ તરફ જવા માટે
નવા બસ સ્ટેન્ડ થી ભક્તિનગર ઓવરબ્રીજ નીચેથી પસાર થઇ દલવાડી ચોકડી થી પંચાસર ચોકડી થી વાવડી ચોકડી થી નેક્સેસ સિનેમા થી મચ્છુ નદી ક્રોસ કરી રવિરાજ ચોકડી થી ટીંબડી પાટીયા થી માળીયા ફાટક ખાતેથી યુ-ટર્ન લઇ કચ્છ તરફ તેમજ અમદાવાદ જવા માટે રવિરાજ ચોકડી થી ટીંબડી પાટીયા થી માળીયા ફાટક થી મહેન્દ્રનગર ચોકડી થી અમદાવાદ/જેતપર તરફ જઈ શકાશે.
વૈકલ્પિક રૂટ નં.૨ કચ્છ થી મોરબી/રાજકોટ તરફ જવા માટે :-
માળીયા ફાટક યુ-ટર્ન લઇને રવિરાજ ચોકડી થી મચ્છુ નદી ક્રોસ કરીને નેકસેસ સિનેમા થી વાવડી ચોકડી થી પંચાસર ચોકડી થી દલવાડી ચોકડી થી ઉમિયા સર્કલ થી નવા બસ સ્ટેન્ડ તરફ જઈ શકાશે.
વૈકલ્પિક રૂટ નં.૩ અમદાવાદ થી મોરબી/રાજકોટ તરફ જવા માટે :-
મહેન્દ્રનગર ચોકડી થી માળીયા ફાટક થી રવિરાજ ચોકડી થી મચ્છુ નદી ક્રોસ કરી નેક્સેસ સિનેમા થી વાવડી ચોકડી થી પંચાસર ચોકડી થી દલવાડી ચોકડી થી ઉમિયા સર્કલ થી નવા બસ સ્ટેન્ડ તરફ જઈ શકાશે.
અન્ય વાહનો માટે (એસ.ટી.બસ સિવાય) વૈકલ્પિક રૂટ :
વૈકલ્પિક રૂટ નં.૧ મોરબી-૧ (મોરબી શહેર) થી મોરબી-૨ (મોરબી સામાકાંઠા વિસ્તાર) તરફ જવા માટે:
શકિત ચોક થી મયુર પુલ ઉપર થી લાલબાગ (મહારાણા પ્રતાપ સર્કલ) તરફ જઇ શકાશે.
વૈકલ્પિક રૂટ નં.૨ મોરબી-૨ (મોરબી સામાકાંઠા વિસ્તાર) થી મોરબી-૧ (મોરબી શહેર) તરફ જવા માટે :
લાલબાગ (મહારાણા પ્રતાપ સર્કલ) તરફ થી બેઠા પુલ પર થી શક્તિ ચોક તરફ જઈ શકાશે.

