HomeMorbiપરણિતાને દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

પરણિતાને દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

ટંકારાના હમીરપર ગામે પીતાના ઘરે માવતરે રહેતા અને મોરબીના ખેવારીયા ગામે સાસરે હોય ત્યારે પરિણીતાને‌ શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરૂદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા અને સરકારી નોકરી કરતા જ્યોતીબેન દિવ્યેશભાઈ ઉભડીયા (ઉ.વ.૩૧) એ આરોપી દિવ્યેશભાઇ નિલેશભાઇ ઉભડીયા ( પતિ ), સરોજબેન નિલેશભાઇ ઉભડીયા (સાસુ), જયદીપભાઇ નિલેશભાઇ ઉભડીયા (જેઠ), પિન્ટુબેન વા ઓ જયદીપભાઇ ઉભડીયા (જેઠાણી) રહે. બધા–ખેવારીયા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ તથા જેઠ જેઠાણી તમામે લગ્નજીવન દરમિયાન અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી દુખ ત્રાસ આપી મેણાટોણા મારી અને માનસીક દુ ખ ત્રાસ આપ્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular