HomeMorbi“એક ચકલી, અનેક જીવનનો આધાર” ગરમીમાં પંખીઓ માટે મોરબીમાં માનવતાનો અનોખો પ્રયાસ
“એક ચકલી, અનેક જીવનનો આધાર” ગરમીમાં પંખીઓ માટે મોરબીમાં માનવતાનો અનોખો પ્રયાસ
મોરબી શહેરમાં વધતી ગરમી વચ્ચે પંખીઓ માટે માનવતાભર્યો પહેલ કરવામાં આવ્યો છે. “ચકલી બચાવો” અભિયાન હેઠળ પંખીઓને પાણી અને આશ્રય મળે તે માટે ચકલીના માળાનું મફત વિતરણ કરવામાં આવશે.
આ પહેલ અંતર્ગત વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તા. 20-03ના રોજ સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક ચકલીના માળા નિઃશુલ્ક આપવામાં આવશે. આયોજકો દ્વારા જણાવાયું છે કે, દરેક વ્યક્તિને 12 મહિના માટે પંખીઓની સેવા કરવાનો મોકો આપવામાં આવી રહ્યો છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગરમીમાં તરસતા અને આશ્રય વિના ભટકતા પંખીઓને બચાવવાનો છે. આયોજકોનું માનવું છે કે જો દરેક વ્યક્તિ એક ચકલીનું માળું લગાવશે તો અનેક પંખીઓનું જીવન બચાવી શકાય છે. મોરબીના નાગરિકોને આ માનવતાભર્યા કાર્યમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી “એક ચકલી” દ્વારા અનેક જીવનોને આશરો મળી શકે.