HomeMorbiપતિ અને સાસરીયા દ્વારા માનસિક ત્રાસ: પરિણીતાની મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ
પતિ અને સાસરીયા દ્વારા માનસિક ત્રાસ: પરિણીતાની મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ
મોરબીમાં એક પરિણીતાએ પોતાના પતિ તથા સાસરીયા પક્ષ વિરુદ્ધ માનસિક ત્રાસની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જામનગર રોડ નવી કોર્ટ સામે મનહરપુરમા રહેતા અને હાલ માવતરે ટંકારા તાલુકાના છતર ગામે રહેતા મનિષાબેન અક્ષયભાઈ વાનકીયા (ઉ.વ.૨૯) એ આરોપી અક્ષયભાઇ ભુપતભાઇ વાનકીયા ( પતિ ), સોનલબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ), ક્રિષ્નાબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ ), ભાનુબેન ભુપતભાઇ વાનકીયા (સાસુ), ભુપતભાઇ વાઘજીભાઇ વાનકીયા (સસરા) રહે. હાલ બધા–રાજકોટ ગાયકવાડી જંક્શન કીટીપરા રાજીવ આવાસના ક્વાર્ટર બ્લોક નં.૩૦૮ ડી વીંગ તા.જી. રાજકોટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા બંને નણંદો તથા સાસુ સસરા એમ તમામે લગ્નજીવન દરમિયાન અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.