HomeMorbiચંદ્રગઢમાં ગેરકાયદે વીજ જોડાણ મુદ્દે તણાવ : PGVCL ટીમને ધમકી, આરોપી સામે...

ચંદ્રગઢમાં ગેરકાયદે વીજ જોડાણ મુદ્દે તણાવ : PGVCL ટીમને ધમકી, આરોપી સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદે વીજ જોડાણને લઈને વિવાદ ઉગ્ર બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વીજ ચેકિંગ માટે પહોંચેલી પી.જી.વી.સી.એલ.ની ટીમને એક વ્યક્તિએ ધમકી આપતા સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હોવાનો આરોપ નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ વિસ્તારમાં રહેતા હિરેનગીરી હરેશગીરી ગોસ્વામીએ હસમુખ મૂળજીભાઈ જાદવ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ પોતાના ઉધડમાં રાખેલા ખેતરમાં આવેલા વીજપોલને ઇરાદાપૂર્વક પાડી દીધો હતો. પછી ટીમ દ્વારા નવો વીજપોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આરોપીએ કર્મચારીઓને રોકી દીધા હતા અને ધમકીઓ આપી હતી. આ ઘટનામાં સરકારી મિલ્કતને અંદાજે રૂ. 83,913નું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular