HomeMorbiમોરબી શહેરમાં ન્યુ ચંદ્રનગરમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં શિવજીનો લગ્ન પ્રસંગ...

મોરબી શહેરમાં ન્યુ ચંદ્રનગરમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં શિવજીનો લગ્ન પ્રસંગ ઉજવાયો!

ન્યુ ચંદ્રનગર સોસાયટીના બળિયા હનુમાન મહિલા મંડળ અને સોસાયટી દ્વારા અદકેરું આયોજન

મોરબી શહેરમાં ન્યુ ચંદ્રેશ નગરમાં બળીયા હનુમાન ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથા નો આયોજન કરવામાં આવ્યું છે. જેના વ્યાસપીઠે પીયુષભાઇ પંડ્યા બિરાજમાન છે. અને તેઓ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં શિવ વિવાહનો એક પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે સોસાયટીના લોકોએ શિવજીની જાન જોડીને આવ્યા હતા. જાનમાં ભૂત-પલીત હતાં. જાન નું સ્વાગત કરવા આવેલા માંડવીયાઓ જાનૈયા ને જોઈને બેભાન થઈ ગયા હતા. અને હવે જાન ને ઉતારો કોણ દેશે! તેવી માર્મીક વાતો સાથે શિવ વિવાહનું રસપાન વર્ણન કરી કથાકારે આ પ્રસંગને બિરદાવ્યો હતો.

કથામાં કથાનું રસપાન કરતા ભક્તો ભરચક હોય તો કથાકારને પણ કથાનું રસપાન કરવાવનો પોરસ પડે અને અહીં મહિલાઓ અને પુરુષો થી ઓડિયન્સ ભરચક હોવાથી આ ભાગવત કથાની જમાવટ થઈ છે. આ કથા ને સફળ બનાવવા સ્થાનિક સેવાભાવી યુવાનો અને વડીલો જાહેર મત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular