HomeMorbiમહેન્દ્રનગર બુધવારી બજારમાંથી 17 વર્ષની સગીરા ગુમ: અપહરણની શંકા
મહેન્દ્રનગર બુધવારી બજારમાંથી 17 વર્ષની સગીરા ગુમ: અપહરણની શંકા
મોરબી શહેરના મહેન્દ્રનગર ચોકડી પાસે ભરાતી બુધવારી બજારમાંથી એક 17 વર્ષની સગીરા અચાનક ગુમ થતાં પરિવારમાં ચિંતા ફેલાઈ છે. સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ થયાની શંકા વ્યક્ત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા એક યુવકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સગીરવયની દિકરી પોતાની રીતે કોઈ પણ કારણોસર જતી રહેલ હોય અથવા કોઈ અજાણ્યો ઇસમ તેનુ કોઈ કારણોસર અપહરણ કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.