Sunday, April 19, 2026
HomeMorbiમોરબીમાં વ્યાજખોરીનો આતંક: યુવાન વેપારીએ ઝેર દવા ગટગટાવી 

મોરબીમાં વ્યાજખોરીનો આતંક: યુવાન વેપારીએ ઝેર દવા ગટગટાવી 

Advertisement
Advertisement

મોરબી શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી સામાન્ય નાગરિકો પરિસ્થિતિથી હેરાન થઈ રહ્યા છે. નવા બસ સ્ટેન્ડ વિસ્તારના એક યુવાન વેપારીએ ઊંચા વ્યાજ અને સતત ધમકીઓથી કંટાળી ઝેરી દવા પી લેતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આશાપુરા ટાવર પાછળ વિશ્વાસ પેલેસ બ્લોક નંબર -601 માં રહેતા અને વેપાર કરતાં પ્રકાશભાઈ પ્રવિણભાઇ ભોરણીયા (ઉ.વ.૩૨) એ આરોપી સાજીદભાઈ જાનમામદભાઈ કાજેડીયા રહે. કાજરડા ગામ તા. માળીયા મીયાણાવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું આરોપીએ ફરીયાદિને રૂપીયા ૦૯ લાખ માસીક ૬૦% લેખે ઉચા વ્યાજ દરે આપી જેનું ફરીયાદિએ રૂ. ૭,૦૨, ૦૦૦/-રૂપીયા વ્યાજ ચુકવી આપેલ હોવા છતા મુદ્દલ રકમ ૯ લાખ ભરવા માટે આરોપીએ ફરીયાદીને ધમકીઓ આપતાં ફરીયાદી ડરી જતા ફરીયાદીએ ઘાસમાં નાખવાની દવા પી જતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ કલમ-૩૫૧(૨) તથા ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનીયમ-કલમ-૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular