HomeMorbiવાંકાનેર: રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની ફરજ અદા કરી

વાંકાનેર: રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની ફરજ અદા કરી

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપવા માટે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આજે વાંકાનેર ખાતે મતદાન કરી નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય નિભાવ્યું હતું.

સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચીને લોકશાહીની પરંપરા મુજબ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતું કે, “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ લોકશાહીનો પાયો છે. શહેર અને ગ્રામીણ સ્તરે વિકાસની ગતિને વધુ તેજ બનાવવા માટે દરેક મતદારની ભાગીદારી અનિવાર્ય છે. સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને તે જરૂરી છે.

RELATED ARTICLES

Most Popular