HomeMorbiપિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે

પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે

મોરબી વીસીપરા જેવા પછાત વિસ્તારમાં છેલ્લા 2001 થી કાર્યરત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય માં પિતા વગરના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે તેઓ નિર્ણય લેવાયો છે.

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા વાલી મીટીંગ રાખવામાં આવી હતી આ મિટિંગની અંદર ખાનગી શાળા હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ફી (FRC) કરતા પણ ઓછી ફી એ આગામી વર્ષ 2026-27 માં બાળકોને શિક્ષણ આપવામાં આવશે, જે પરિવારની અંદર પિતા હયાત નથી તેના તમામ બાળકોને ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવશે, શાળા દ્વારા નવા રંગ રૂપ સાથે બાળકો માટે શાળા પટાંગણમાં નેચરલ ક્લાસ ઉભો કરવામાં આવશે, જે પરિવારમાં બે દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરતી હશે તેમાંથી એક દીકરીની 50% ફી માફી કરવામાં આવશે, આ સંસ્થા દ્વારા ગત વર્ષે આઠ પિતા વગરના વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપેલ તેમજ બે કન્યાઓની 50% ફી મા રાહત આપવામાં આવેલ, તેમજ તમામ બાળકોને સ્કૂલબેગ ફ્રી માં આપવામાં આવી હતી.

આગામી જૂન માસમાંથી શરૂ થઈ રહેલા 2026-27 ના સત્રમાં પણ વાલીઓ અને બાળકોને શિક્ષણ ક્ષેત્રે સારી વ્યવસ્થા ઉભી કરવા માટે ટ્રસ્ટે વાલી મીટીંગ રાખી હતી ટ્રસ્ટ પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમારની આગેવાની હેઠળ શાળા ના વહીવટદાર અને ટ્રસ્ટ ના મંત્રી કે.આર. ચાવડા દ્વારા આગામી વર્ષ માટે શાળામાં થઈ રહેલ નવા ફેરફારોની માહિતી આપી હતી.

RELATED ARTICLES

Most Popular