HomeMorbiભાજપની 'પાણી' વગરની રાજનીતિ: વિરોધ કરનારાઓને તરસ્યા રાખવાના ફતવા સામે મુકેશ ગામીનો...
ભાજપની ‘પાણી’ વગરની રાજનીતિ: વિરોધ કરનારાઓને તરસ્યા રાખવાના ફતવા સામે મુકેશ ગામીનો રણકાર
મોરબી: કાળઝાળ ઉનાળામાં જ્યારે જનતા પાણી માટે ટળવળી રહી છે, ત્યારે મોરબીમાં સત્તાના નશામાં ચૂર ભાજપી પ્રતિનિધિઓ માનવતા ભૂલ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. મહેન્દ્રનગર વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરનાર નાગરિકને અપમાનિત કરી, “તમે ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે એટલે પાણી નહીં મળે” તેવા વલણ સામે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામીએ જડબાતોડ જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે.
ભારતીય જનતા પાર્ટી અને તેના ચૂંટાયેલા પ્રતિનિધિ જાણે કે વિસ્તાર ને પોતાની વારસાઈ પેઢી માનતા હોય એવું લાગી રહ્યું છે. વાત એવી છે કે મહેન્દ્ર નગર માં અત્યારે કાળજાળ ઉનાળા માં પૂરતું પીવાનું પાણી મહેન્દ્રનગર ગામ માં આવતું નથી એટલે એના અનુસંધાન માં bjp વોર્ડ નંબર 3 ના વ્હોટસએપ ગ્રુપ માં એક પ્રભુકૃપા ના આગેવાન એ રજૂઆત કરતા તેમણે તાજેતર માં જ ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા તેમને અપમાનિત કરી ગ્રુપ માંથી કાઢી નાખ્યા અને કહ્યું કે આ લોકો તો ભાજપ ની વિરુદ્ધ કામ કરતા હતા ચૂંટણી માં એટલે એમને પાણી આપવાનું થતું નથી અને તેમને કોઈ ફરિયાદ કરવાનો અધિકાર નથી આવું પણ કહેલું તો આ કેટલું યોગ્ય કેહવાય??
લોકશાહી માં તો ચૂંટાયેલા પ્રતિનિધિ માટે તમામ નાગરિક સરખા હોવા જોઈ એના બદલે આવા રાગદ્વેષ નું રાજકારણ કરનાર કોર્પોરેટર સામે સમય આવ્યે અમે અને અમારા કોંગ્રેસ ના આગેવાન સાથે મળી સમગ્ર વિસ્તાર ના લોકો માટે લડત કરશું અને વિસ્તાર ના તમામ લોકો ને યોગ્ય અને સુગમ વ્યવસ્થા મળી રહે તેના માટે કામ કરશું અને ભાજપ ની કિન્નાખોરી ના જડબાતોડ જવાબ આપશું.