HomeMorbiપીપળીયા ચાર રસ્તા પાસે લોહિયાળ અથડામણ: યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત થતાં મોરબીમાં...

પીપળીયા ચાર રસ્તા પાસે લોહિયાળ અથડામણ: યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત થતાં મોરબીમાં ચકચાર

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ હિંસક મારામારીમાં ફેરવાતા એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને તણાવનો માહોલ સર્જાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ નવી નવલખી વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોઢા (ઉ.વ.30), સુલતાનભાઈ અબ્બાસભાઈ સોઢા (ઉ.વ.25), હસનભાઈ અબ્બાસભાઈ સોઢા (ઉ.વ.30) તેમજ ઈલિયાસભાઈ આમદભાઈ દાત (ઉ.વ.42) મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોઢાનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તરત જ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે અંગત અદાવત અથવા જૂના મનદુઃખને લઈને અથડામણ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ઘટના અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બનાવ બાદ પીપળીયા ચાર રસ્તા અને આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભારે ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

Most Popular