HomeMorbiમોરબીમાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને DDOની એકસાથે...

મોરબીમાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને DDOની એકસાથે બદલી

રાજ્ય સરકાર દ્વારા બુધવારે રાજ્યભરના 72 સનદી અધિકારીઓની એકસાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવતા મોરબી જિલ્લામાં પણ વહીવટી માળખામાં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. આ બદલીના આદેશ મુજબ મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની બદલી કરી તેમને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે.

તેમના સ્થાને હાલ મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા સ્વપ્રિલ ખરેને મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ મોરબી મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે અગાઉ મોરબીમાં સેવા આપી ચૂકેલા સંગીતા રૈયાણીની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત લાંબા સમયથી ઇન્ચાર્જ હવાલે ચાલી રહેલી જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની જગ્યાએ હવે કાયમી અધિકારી તરીકે શ્રી વિદ્યાસાગરની નિમણૂક થતાં જિલ્લા પંચાયતના વહીવટમાં પણ ગતિ આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. રાજ્ય સરકારના આ મોટા વહીવટી ફેરફાર બાદ મોરબીના પ્રશાસનિક વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને કલેકટર અને કમિશનર સ્તરે થયેલા બદલાવને આગામી સમયમાં વિકાસ કાર્યો અને વહીવટી કામગીરી પર સીધી અસર કરનાર માનવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular