HomeMorbiવાંકાનેરના દીઘલીયામાં પાણીના અવાડા બાબતે માથાકુટ; લાકડીઓ સાથે ધસી આવી પરિવારને ધમકીઓ...

વાંકાનેરના દીઘલીયામાં પાણીના અવાડા બાબતે માથાકુટ; લાકડીઓ સાથે ધસી આવી પરિવારને ધમકીઓ આપી 

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે ગ્રામ પંચાયતના પાણીના અવાડે પશુઓને પાણી પીવડાવવાની સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ ઉગ્ર બનતા એક પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવ અંગે છ શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે રહેતા અને ખેતી કરતા અબ્દુલભાઈ સાવદીભાઈ ખોરજીયા (ઉ.વ.૪૨) એ આરોપી સામતભાઈ ખેંગારભાઈ, પ્રવીણભાઇ સામતભાઇ, મહેશભાઇ સામતભાઇ, લાખાભાઈ ખેંગારભાઇ, જયપાલભાઇ લાખાભાઇ, મહિપાલભાઇ લાખાભાઇ રહે બધા-દીઘલીયા ગામ તા.વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોતાના ઘર પાસે બાજુમાં ગ્રામ પંચાયતનો અવાડો આવેલ હોય ત્યાં આરોપી સામંતભાઈ ઢોરને પાણી પાવવા આવતા અવાડામા પાણી ઓછું હોય જેથી આરોપી ફરીયાદીના ભાઈ રસુલના માતાને ગાળો બોલતો હોય તે ફરીયાદીના પણ માતા થતા હોય ત્યાં હાજર ફરીયાદીની પત્નીએ આરોપીને ગાળો બોલવાની ના પાડી અને રજુઆત હોય તે સરપંચના ઘરે જઈને કરવા કહેતા જે સારૂ ન લાગતા તેનો રોષ રાખી આરોપીઓએ લાકડી વડે ફરીયાદીના માતાને ગાળો આપી ફરિયાદીના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular