HomeMorbiરબારી સમાજના ૧૭૦થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન: મોરબીમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
રબારી સમાજના ૧૭૦થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન: મોરબીમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ(સમરસ) ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબી જીલ્લાના રબારી સમાજના વિધાર્થીઓનો પ્રથમ સરસ્વતી સન્માન 2026 ને 21 જુન રવિવારે યોજાયો હતો.
આ કાર્યક્રમમા દુધરેજ વડ વાળા ધામ જગ્યાના લઘુ મહંત નાગરદાસ બાપુ, દુધઇ વડવાળાધામના કોઠારી સુદરદાસજી, મેસરીયા જગ્યાના કોઠારી મગની રામબાપુ, ભુવાઆતાઓ ત્થા સમાજનુ ગૌરવ એવા અધિકારીઓ કુલદીપ દેસાઈ ડેપ્યુટી કલેકટર સુરેન્દ્રનગર, જે.એમ. આલ dysp મોરબી,ભરતભાઈ જીડ આસિ.કમિશ્નર gst, વાંકાનેર psi ડી.વી.ખાંભલા તેમજ રાજકીય આગેવાનો વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનોએ હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમા કુલ એકસો તોતરથી વધુ વિધાર્થીઓને ઇનામ વિતરણ કરવામા આવેલ.
સમાજના આ કાર્યક્રમા બહોળી સંખ્યા સમાજના લોકો હાજર રહેલ આ કાર્યક્રમને સફળ બનાવા માટે સમરસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મોરબી જીલ્લામા ફરજ બજાવતા સમાજના સરકારી કર્મચારીઓ તેમજ સમાજના યુવાનો ખુબ જહેમત ઉઠાવી કાર્યક્રમને ખુબ સફળ બનાવેલ હતો.