HomeMorbiદેવળીયા પાસે નર્મદા કેનાલના સાયફનમાં બાકોરું, સરકારી મિલકતને રૂ. 20 હજારનું નુકસાન;...

દેવળીયા પાસે નર્મદા કેનાલના સાયફનમાં બાકોરું, સરકારી મિલકતને રૂ. 20 હજારનું નુકસાન; અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નિગમની ધાંગધ્રા બ્રાંચ કેનાલના સાયફનમાં કોઈ અજાણ્યા શખ્સે બાકોરું પાડી સરકારી મિલકતને આશરે રૂ. ૨૦,૦૦૦/- નું નુકસાન પહોંચાડ્યું હોવાની હળવદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા અને નોકરી કરતા દિલીપભાઈ કરમશીભાઈ ચાવડા (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા ઇસમે કોઇપણ રીતના નર્મદા નીગમની ધાંગધ્રા બ્રાંચ કેનાલ જે સાંકળ ૮૯૦૩૦ મીટર થી ૧૧૫૧૧૬ મીટર સુધીની લંબાઇની કેનાલ જે જુના દેવળીયા ગામની સીમમાથી પસાર થતી હોય તેમા કોઇ પણ સમયે નર્મદા કેનાલના સાયફનમા બાકોરૂ પાડી સરકારની જાહેર મિલકતમા આશરે રૂપીયા ૨૦,૦૦૦/-નુ નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular