HomeMorbiમોરબી જિલ્લા ભાજપ દ્વારા વિવિધ તાલુકા અને શહેરના મોરચાઓના હોદ્દેદારોની સંગઠનાત્મક નિમણૂંક...

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિવિધ તાલુકા અને શહેરના મોરચાઓના હોદ્દેદારોની સંગઠનાત્મક નિમણૂંક જાહેર

મોરબી: ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા જિલ્લાના પ્રભારી અને ત્રણેય મહામંત્રીઓ સાથે વ્યાપક પરામર્શ અને સંકલન સાધીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોરચાઓના નવા હોદ્દેદારોની સંગઠનાત્મક નિમણૂંક સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત હળવદ શહેર, હળવદ તાલુકો, માળીયા તાલુકો, ટંકારા તાલુકો અને વાંકાનેર તાલુકાના યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ (OBC) મોરચો, અનુસૂચિત જાતિ મોરચો અને લઘુમતી મોરચોના પ્રમુખ તથા મહામંત્રીઓની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

હળવદ શહેર અને તાલુકા સ્તરે પક્ષને મજબૂત કરવા માટે યુવા, મહિલા અને કિસાન પાંખમાં નવીન ચહેરાઓને સ્થાન મળ્યું છે. હળવદ શહેરમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે રાજેશભાઈ જાલાભાઈ ભરવાડ અને મહામંત્રી તરીકે શિવમભાઈ દવે તથા મહેન્દ્રભાઈ ચાવડાની વર્ણી કરાઈ છે. જ્યારે હળવદ તાલુકા યુવા મોરચાની કમાન કુલદિપભાઈ રાઠોડને સોંપી મહામંત્રી તરીકે મનોજભાઈ રબારી અને વિરમભાઇ ઠાકોરને નીમવામાં આવ્યા છે. મહિલા મોરચામાં હળવદ શહેરમાં તૃપ્તિબેન ચાવડા (પ્રમુખ), રીનાબેન ચાવડા અને નીરૂબેન ગોસાઈ (મહામંત્રી) તેમજ તાલુકામાં પુજાબેન સંઘાણી (પ્રમુખ), જીજ્ઞાશાબેન ટાપરિયા અને સંધપ્રિયાબેન ઝાલા (મહામંત્રી) તરીકે સેવા આપશે. કિસાન મોરચામાં હળવદ શહેરમાં રવિભાઈ પટેલ (પ્રમુખ) મહામંત્રી ભરતભાઈ સવજીભાઈ સોનગરા વિપુલભાઈ કાનજીભાઈ સગર અને તાલુકામાં હર્ષદભાઈ લોરિયા (પ્રમુખ) , મહામંત્રી તરીકે જટુભા વનુભા ઝાલા તથા રાજુભાઈ હરખાભાઈ સુરેલાની આગેવાની હેઠળ નવી ટીમ જાહેર કરાઈ છે. બક્ષીપંચ મોરચો શહેર પ્રમુખ તરીકે અરવિંદભાઈ ભીખાભાઈ દલવાડી, મહામંત્રી ભરતભાઈ ખીમજીભાઇ કણજારીયા હળવદ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે હરખાભાઈ રૂગનાથભાઈ પરમાર, મહામંત્રી તરીકે સુરેશગીરી મનહર ગીરી ગોસ્વામી તથા ચતુરભાઈ મગનભાઈ ચરમારી તથા અશોકકુમાર કેશવલાલ ચૌહાણ, તેમજ હળવદ શહેર અનુસૂચિત જાતિ મોરચો હરીશભાઈ હમીરભાઇ ઝાલા પ્રમુખ તથા દેવજીભાઈ જેઠાભાઇ મકવાણા અને વિજયભાઈ ગણેશભાઈ સોલંકી મહામંત્રી તરીકે નિમણૂક થયા. જ્યારે હળવદ તાલુકા અનુસૂચિત જાતિ મોરચા તરીકે પ્રમુખ કરસનભાઈ વશરામભાઈ પરમાર અને મહામંત્રી તરીકે લાલજીભાઈ માવજીભાઈ સોલંકી તથા જસુભા સવજીભાઈ પરમાર નિમણૂક કરાય.

માળીયા અને ટંકારા તાલુકામાં પણ સંગઠનનું માળખું વિસ્તારીને તમામ વર્ગોને સાંકળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માળીયા તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ જાડેજા મહામંત્રી તરીકે તરૂણભાઇ વલ્લભભાઈ કાવર તથા વિશાલભાઈ અમુભાઈ મિયાત્રાઅને કિસાન મોરચા પ્રમુખ તરીકે હર્ષદભાઈ ધરમશીભાઈ વીડજા તથા મહામંત્રી તરીકે જયેશભાઈ નરસિંહભાઈ ચારોલા તથા મહેશભાઈ આપાભાઈ ડાંગર,

ટંકારા તાલુકામાં ધર્મેન્દ્રભાઈ છત્રોલાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તથા ધર્મરાજસિંહ બલભદ્રસિંહ ઝાલા અને પ્રિયેશભાઈ પ્રમોદભાઈ સંઘાણી ની મહામંત્રી તરીકે વર્ણી કરવામાં આવી છે તથા ટંકારા મહિલા મોરચાના પ્રમુખ તરીકે ગીતાબેન ભોરણીયા પદભાર સંભાળશે. તેમજ શારદાબેન પ્રવીણભાઈ પડાયા અને અનસુયાબેન મનસુખભાઈ બોરણીયા મહામંત્રી તરીકે પદ ભાર સંભાળશે સાથોસાથ બંને તાલુકાઓમાં સામાજિક સમીકરણોને ધ્યાને રાખી બક્ષીપંચ મોરચામાં માળીયા ખાતે અશોકભાઈ પરસુંડા પ્રમુખ તથા મનીષભાઈ રમેશભાઈ વિરડા અને હરદેવભાઈ સવાભાઈ હુમ્બલ મહામંત્રી તરીકે તથા ટંકારા ના કિસાન મોરચાના પ્રમુખ તરીકે જયદીપસિંહ રણજીતસિંહ ઝાલા ની કરાય છે તેમજ મહામંત્રી તરીકે દિલીપભાઈ મહાદેવભાઈ કામરીયા અને પરેશભાઈ વીરજીભાઈ ઉજરીયા, ટંકારામાં ખોડાભાઈ ઝાપડાને પ્રમુખ બનાવાયા છે. જ્યારે કેશુભાઈ કાનાભાઈ બારૈયા અને અશોકભાઈ પ્રજાપતિ મહામંત્રી તરીકે પદભાર સંભાળશે તેમજ અનુસૂચિત જાતિ મોરચામાં માળીયામાં ગોકળભાઈ ચાવડા પ્રમુખ તરીકે તથા જયેશભાઈ લક્ષ્મણભાઈ ચાવડા અને રમેશભાઈ કરસનભાઈ રાઠોડ મહામંત્રી તરીકે અને ટંકારામાં કેશવજીભાઈ મકવાણાની પ્રમુખ તરીકે નિમણૂંક થઈ છે. તેમજ મહામંત્રી તરીકે જયસુખભાઈ મનસુખભાઈ સારસા અને સંજયભાઈ માવજીભાઈ જાદવની નિમણૂક કરાય છે તેમજ લઘુમતી મોરચાની વાત કરીએ તો માળીયામાં કાદરબાપુ સૈયદ પ્રમુખ તરીકે તથા માળિયામા સિદ્દીકભાઈ ઓસમાણભાઈ માણેક અને કાસમભાઈ હાજીભાઈ સુમરા મહામંત્રી તરીકે અને ટંકારામાં અકબરભાઈ માથકીયાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે. તથા યુનિશભાઈ અલાઉદીનભાઈ બાદી અને ઈબ્રાહીમભાઇ ગુલાબભાઈ ચૌહાણને મહામંત્રી ની જવાબદારી સોંપાય

વાંકાનેર તાલુકામાં પણ આગામી સમયના સંગઠનાત્મક કાર્યોને વેગ આપવા માટે મોરચાઓની જાહેરાત કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે જગદીશભાઈ કોબીયા અને મહામંત્રી તરીકે અભીજીતસિંહ ઝાલા તથા રણજીતભાઈ વિરસોડીયા પક્ષનું કામ સંભાળશે. મહિલા મોરચામાં હેતલબેન દાદલ (પ્રમુખ) ની સાથે કિરણબેન સોલંકી અને મનીષાબેન મકવાણા મહામંત્રી તરીકે જોડાશે. કિસાન મોરચાની કમાન ધ્રુવરાજસિંહ ઝાલાને, તથા દામજીભાઈ ધનજીભાઈ ધોરીયા અને દિનેશભાઈ હીરાભાઈ અબાસાણીયા મહામંત્રી તરીકે તથા બક્ષીપંચ મોરચાની લાલાભાઈ સરસયાને પ્રમુખ તરીકે તેમજ ધરમશીભાઈ હીરાભાઈ માલકીયા અને બાદરભાઇ રાકશીભાઈ માલકીયા મહામંત્રી તરીકે તેમજ, અનુસૂચિત જાતિ મોરચાની અનિલભાઈ મકવાણા પ્રમુખ તરીકે તથા જગદીશભાઈ મેઘજીભાઈ મકવાણા અને ગોવિંદભાઈ છનાભાઈ મકવાણા મહામંત્રી તરીકે અને લઘુમતી મોરચાની જવાબદારી ઈલ્મુદીનભાઈ દેકાવાડીયાને પ્રમુખ તરીકે તથા રાસીદભાઈ નજર મોહમ્મદભાઈ બાદી અને ઈર્શાદભાઈ ઇબ્રાહીમભાઇ ખોરજીયા મહામંત્રી તરીકે જવાબદારી સોંપીને સંગઠનને પાયાના સ્તરેથી વધુ સુદ્રઢ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો છે.

RELATED ARTICLES

Most Popular