HomeMorbiમોરબીમાં ચારિત્ર્યની શંકાએ લીધો જીવ: પતિએ પત્નીની પથ્થર મારી ગળું દબાવી હત્યા...

મોરબીમાં ચારિત્ર્યની શંકાએ લીધો જીવ: પતિએ પત્નીની પથ્થર મારી ગળું દબાવી હત્યા કરી

મોરબીમાં વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. મારબીજ સિરામિક કારખાનામાં કામ કરતા મધ્યપ્રદેશના શ્રમિક દંપતી વચ્ચે ચારિત્ર્યની શંકાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર દોઢ મહિના પહેલાં પ્રેમલગ્ન કરનાર પતિએ પત્ની અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખી પહેલા પથ્થરના ઘા ઝીંક્યા અને બાદમાં ગળું દબાવી નિર્મમ હત્યા કરી હોવાનું સામે આવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હાલ વડોદરા નજીક એક કંપનીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની ૩૮ વર્ષીય શિવકુમાર પ્રેમલાલ મરાવિએ આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રેખા ઉર્ફે રીયા તથા આરોપીએ એકબીજાની મરજીથી પતિ પત્નિ તરીકે દોઢેક મહિનાથી મારબીજ સીરામિક કારખાનામાં સાથે રહેતા હોય ત્યા આરોપીને કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના છોકરા સાથે રેખાબેન વાતચીત કરે છે અને તેની સાથે લફરૂ ચાલુ છે તેવો શક વહેમ રાખી આરોપી આવેશમાં આવી જઈ મારી નાખવાના ઈરાદે રેખાબહેનને મોટા બેલા જેવા પથ્થરથી કપાળના ભાગે મારી ગંભીર ઈજા કરેલ અને તેનુ ગળુ દબાવી મોત નિપજાવી હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular