HomeMorbiદાન અંગે ફેલાયેલી ચર્ચાઓ પર ખેડૂત આગેવાનોનો ખુલાસો: રૂ. 51 હજારની રકમ...
દાન અંગે ફેલાયેલી ચર્ચાઓ પર ખેડૂત આગેવાનોનો ખુલાસો: રૂ. 51 હજારની રકમ પર સ્પષ્ટતા, મીડિયા મિત્રોને ન્યૂઝ હટાવવાની વિનંતી
ખેડૂત ઉપવાસ આંદોલન સાથે સંકળાયેલા આગેવાને મીડિયા મિત્રોને ખાસ અપીલ કરી છે કે 51 હજારનું દાન સ્વીકાર્ય હોવાના સમાચાર વિવિધ માધ્યમોમાં પ્રસારિત થયા છે, તે હટાવવામાં આવે.
આગેવાને જણાવ્યું કે જે વ્યક્તિએ રૂ. 51 હજાર આપવાની જાહેરાત કરી હતી તેઓ રકમ લઈને આવ્યા પણ હતા. ખેડૂત પ્રત્યે તેમની ભાવનાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ આંદોલનનો વહીવટ સંભાળતા જવાબદાર વ્યક્તિ સાથે ચર્ચા કર્યા બાદ તે રકમ પરત આપી દેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા પાંચ-છ દિવસથી દાનમાં મળતી રકમ સાથે અનેક લોકોના નામ જોડાતા હોવાથી હાલ કોઈપણ પ્રકારનું દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં જરૂર પડશે તો દાન સ્વીકારવા અંગે વિચાર કરવામાં આવશે.
અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો કોઈ વ્યક્તિનો વિરોધ કરવાનો ઉદ્દેશ નથી અને તેઓ કોઈના વિરોધી પણ નથી. મીડિયા મિત્રોને હકીકતને ધ્યાનમાં રાખી અગાઉ પ્રસિદ્ધ થયેલા સમાચાર દૂર કરવાની નમ્ર વિનંતી કરવામાં આવી છે.