HomeMorbiશેઢાનો પથ્થર બન્યો ઝઘડાનું કારણ: વાંકાનેરમાં સગા ભાઈ સહિત ત્રણ સામે ગુનો...
શેઢાનો પથ્થર બન્યો ઝઘડાનું કારણ: વાંકાનેરમાં સગા ભાઈ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
વાંકાનેરના નવી કલાવડી ગામે વાડીની સીમમાં પડેલા પથ્થરને લઈને બે સગા ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. વૃદ્ધ ખેડૂત પર પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ત્રણ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના નવી કલાવડી ગામે રહેતા ૬૩ વર્ષીય સાજીભાઈ હયાતભાઈ શેરસીયાએ તેમના જ ગામના આરોપી હુસેનભાઇ હૈયાતભાઈ શેરસીયા, હલુબેન હુસેનભાઇ, રેનિશ હુસેનભાઇ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપી સગા ભાઇઓ થતા હોય બંનેની વાડી એક શેઢે આવેલ હોય ફરીયાદીની વાડીના શેઢા પાસે પથ્થર પડેલ હોય જે પથ્થર આરોપી હુસેનભાઇએ ફરીયાદીને લઈ લેવાનુ કહેતા ફરીયાદીએ કહેલ કે મારો દિકરો આવી પથ્થર અંહીથી લઈ લેશે. એમ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા પથ્થરના છુટ્ટા ઘા કરતા ફરીયાદીને ઈજા પહોંચી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.